ચાલો આનંદમેળો માણીએ
આનંદ કરવો, વ્યવહારુ જ્ઞાન મેળવવું, નફા અને ખોટ અંગે જાણકારી, પ્રામાણિકતા કેળવણી, આદર્શ વ્યવહાર, વસ્તુની ગુણવત્તા જાળવવી, ભાવ-તાલ નો ખ્યાલ તથા અભિવ્યક્તિ ની કેળવણી એટલે આનંદમેળો
- પ્રથમવાર શાળા માં આનંદમેળા નું આયોજન .
- સૌ પ્રથમ અગાઉ ના દિવસે ૫ સ્ટોલ અને ૫ સ્ટોલ માટે બાળકોના પાંચ જૂથ બનાવવામાં આવ્યા ત્યારબાદ જરૂરી સામગ્રી ખરીદી નું આયોજન કરવામાં આવ્યું.
- ખરીદી મુજબ ભાવ બાબતે દરેક જૂથને માહિતગાર કરવામાં આવ્યા.
- ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુ બાબતે જાણકારી આપવામાં આવી, દા. ત. શાકભાજી ના સ્ટોલ પર બટાકા વેચાણ દરમિયાન જો કોઈ ખરાબ કે કોહવાઈ ગયેલો બટાકો મળી આવે તો તેને તરત જ કચરાપેટીમાં મુકી દેવો, તેનો ઉપયોગ કરવો નહીં.
- ગ્રાહકો સાથે આદર્શ વ્યવહાર કરવો.
- ગ્રાહક ને છેતરવા નહીં.
- ગ્રાહક પાસે થી સાચો ભાવ જ લેવો, લોભ કરવો નહીં.
- સ્ટોલમાં વસ્તુ ખુટી જાય એવું લાગે તો તાત્કાલિક શાળાના મંત્રીને જાણ કરી બીજી મંગાવી લેવી.
- નાસ્તા ના સ્ટોલ પર હંમેશા ગરમ નાસ્તો જ મળતો રહે તે જોવું , ઠંડો નાસ્તો આપવો નહીં.
- હાથ ચોખ્ખા કરીને જ નાસ્તો વેચવો.
- ફળો ના સ્ટોલ માં પણ જો કોઈ ખરાબ ફળ મળી આવે તો તેનો ઉપયોગ કરવો નહીં , તેને કચરાપેટી માં નાખી દેવું.
- સ્ટેશનરી ના સ્ટોલ માં પણ જો કોઈ સામગ્રી ખુટી જાય તો તાત્કાલિક વ્યવસ્થાપન સમિતિ ને જાણ કરી, બીજી સ્ટેશનરી મંગાવી લેવી.
- બપોર ના ૧ : ૨૦ કલાકે કાર્યક્રમ ચાલુ કરવો.
- જ્યારે પણ જરૂર પડે ત્યારે શિક્ષકો ની મદદ લઇ શકો છો.
- આનંદમેળા નું સંચાલન પણ તમો સૌ બાળકો એજ કરવાનુ છે.
આમ બાળકો રમત રમત માં જ વ્યવહારુ કોયડા ઉકેલતા થઇ ગયા...










Verry nice work good work... keep it up..
ReplyDelete