Posts

Showing posts from March, 2018

ચાલો આનંદમેળો માણીએ

Image
           આનંદ કરવો, વ્યવહારુ જ્ઞાન મેળવવું, નફા અને ખોટ અંગે જાણકારી, પ્રામાણિકતા કેળવણી, આદર્શ વ્યવહાર, વસ્તુની ગુણવત્તા જાળવવી, ભાવ-તાલ નો ખ્યાલ તથા અભિવ્યક્તિ ની કેળવણી એટલે આનંદમેળો  પ્રથમવાર શાળા માં આનંદમેળા નું આયોજન . સૌ પ્રથમ અગાઉ ના દિવસે  ૫  સ્ટોલ અને ૫ સ્ટોલ માટે બાળકોના  પાંચ જૂથ બનાવવામાં આવ્યા ત્યારબાદ જરૂરી સામગ્રી ખરીદી નું આયોજન કરવામાં આવ્યું. ખરીદી મુજબ ભાવ બાબતે દરેક જૂથને માહિતગાર કરવામાં આવ્યા. ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુ બાબતે જાણકારી આપવામાં આવી,      દા. ત. શાકભાજી ના સ્ટોલ  પર  બટાકા વેચાણ દરમિયાન જો કોઈ ખરાબ કે કોહવાઈ ગયેલો બટાકો મળી આવે તો તેને તરત જ કચરાપેટીમાં  મુકી દેવો, તેનો ઉપયોગ કરવો નહીં. ગ્રાહકો સાથે આદર્શ વ્યવહાર કરવો. ગ્રાહક ને છેતરવા નહીં. ગ્રાહક પાસે થી સાચો ભાવ જ લેવો, લોભ કરવો નહીં. સ્ટોલમાં વસ્તુ  ખુટી જાય એવું લાગે તો તાત્કાલિક શાળાના મંત્રીને જાણ કરી  બીજી મંગાવી લેવી. નાસ્તા ના સ્ટોલ પર  હંમેશા ગરમ નાસ્તો જ મળતો રહે તે જોવું , ઠંડો નાસ્...